છોડ છોડ રે હુકમાં અવગુણ મહોટો, ૧/૧

પદ-૧ (રાગ : ધીક ધીક રે પ્રભુ ભજ્યો નહિ આ ટાણે)
પદ-૭૫
 
છોડ છોડ રે હુકમાં અવગુણ મહોટો,એનો સંગ સર્વથી ખોટો રે. છોડ છોડરે.ટેક
નિત્ય ધૂણીને ધિકતી રાખે, ભરે ભરે ને ઠલવી નાખે;નિત્ય પારકી લાળ પોતે ચાખેરે. છોડ છોડ રે.૧
નિત્ય પૈસા તમાકુમાં તોડે, ના હોય દાણા તો ચલાવે થોડે;પણ અપરાધી હુકો ના છોડેરે. છોડ છોડરે.૨
ચલમને ઠાલવે ને કીડીયો મરે, કોઇનો અજાણે હાથ પગ બળે;એવું પાપ નિત્ય કુકર્મી કરેરે. છોડ છોડરે.૩
લાવે કાકબને પોતે બનાવે, જેવી તેવી તો ભાંગ્ય ના ભાવે;નિત્ય પીનારા આંગણે આવેરે. છોડ છોડ રે.૪
જ્યારે હૂકાની ધૂન્ય લગાડે, પૂરી નાખે આંખોને ધુમાડે;જ્યાં બેસે ત્યા થુંકી બગાડેરે. છોડ છોડરે.૫
ભાંગ ચાવે ને બીડીયો પીશે, લઇ છીકણી સુંઘીને હસે;બાળ નાક તેનું ગોબરૂં દીશેરે. છોડ છોડરે.૬
હરે ફરે ને હુકલું ભરે, ઘણી હૂકાની સેવના કરે;હરિ કથામાં કાન ન ધરે રે. છોડ છોડ રે.૭
નેહે નરકે જવાની નિશાણી, ચલમ ચોરાશીની એંધાણી;થશો હેરાન હુકલું તાણીરે. છોડ છોડરે.૮
જે ત્રિયા તમાકુમાં મોહ્યા, તેણે જન્મ વ્યર્થ જ ખોયા;જમદુતનો માર ખાઇ રોયા રે. છોડ છોડ.૯
તમે તમાકુને તરત જ મુકો, હરિ ભજવાનું ટાણું ન ચૂકો;નારાયણદાસ કહે ફોડ ઝટ હુકોરે. છોડ છોડરે.૧૦ 

મૂળ પદ

છોડ છોડ રે હુકમાં અવગુણ મહોટો,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી