પરનારી છે ઝેર પુરુષને પરનારી છે ઝેર; ૧/૧

પદ-૧ (રાગ :ડરમા તું દીલ સાથ છોકરા)

પદ-૭૭

પરનારી છે ઝેર પુરુષને પરનારી છે ઝેર;

નેણને બાણથી મારે ઠેર પરણેલી વામ, તે વિના તમામ.

જાણવી માત સૂતાને તે ઠામ;

પરનારી સંગી મહા દુઃખ પામે, સહજ પણ તેનો સંગ ન કરીએ

સાપણી તુલ્ય જાણી પરહરિયે(નિરખતાં માંય ઝેર ચઢી જાય)

એકાંતમાં રહેવું નહિ એક ઘેર.પુરુષને.૧

બ્રહ્મા ભુલાવ્યા શિવજી ડોલાવ્યા, પર્વતને પારાશર પકડાયા,

શશિ ને સુરેશ લાંછન પાયા, શૃંગી અને સૌભરી છેતરાયા,

નારદ નારી જોઇ લલચાયા, (લાખોની લીધી લાજ રાવણનું ખોયું રાજ)

જુઓ કીચકની જે થઇ પેર… પુરુષને.૨

મોટામોટા મોહ્યા જપ તપ ખપ્યા, શાસ્ત્રમાં તેને સ્પષ્ટ વગોવ્યા;

પરિતાપ પામીને પૂરણ રોયા, તે માટે પરનારીને પરહરવી,

સહજ સ્વભાવે સોબત ન કરવી, એનો ન કરવો વિશ્વાસ.

કરજોડી કહે છે નારણદાસ, તમોપર મોહન કરશે મહેર.પુરુષને.૩

મૂળ પદ

પરનારી છે ઝેર પુરુષને પરનારી છે ઝેર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી