જેને પરનારીમાં પ્રીતડીરે, તેને સુખ શાન્તી નહિ થાય જો; ૧/૧

પદ-૧(રાગ : કંસે અકૃરજીને મોકલ્યા રે)
પદ-૭૮
 
જેને પરનારીમાં પ્રીતડીરે, તેને સુખ શાન્તી નહિ થાય જો;
કલેશ મટે નહિ કોઇ ઉપાયથીરે, અન્ન ધન જરૂર તેનું જાય.જો.
સારપ જાય ઘટી સંસારમાંરે, ઘેર ઘેર નિંદા સરવે ગાય જો;
લાજ રહે નહિ તે આ લોકમાંરે, પરલોક પીડા મોટી થાય જો;
ડગલે ડગલે બ્રહ્મહત્યા તણુંરે, પરનારી સંગીને પાપ જો;
દેહ તજીને કુંભી પાકમાંરે, દુઃખડા ભોગવશે અમાપ જો;
પરત્રિયાના સંગ પ્રતાપથીરે, પામે પુણ્ય પૂર્વનાં નાશ જો;
માટે પરહરવી પરનારનેરે, સંત એમ કે'છે નારણદાસજો. 

મૂળ પદ

જેને પરનારીમાં પ્રીતડીરે, તેને સુખ શાન્તી નહિ થાય જો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી