આજ અમારા ભાગ્ય અતીશે મળીયા અંતરયામી રે પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે ૧/૧

આજ અમારા ભાગ્ય અતીશે, મળીયા અંતરયામી રે;
પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, સહજાનંદ સ્વામી રે...           આજ૦ ૧
આનંદ અમને આપ્યો અતીશે, વ્હાલમેં આ વાર રે;
પ્રેમે કરીને પીયુડે અમને, પાયો પોતાનો પ્યાર રે...        આજ૦ ૨
સ્નેહે કરીને સાચવ્યા અમને, આપીને હેત અપાર રે;
સહજાનંદજી સ્નેહની મૂર્તિ, સાચા શ્રીજી ભરતાર રે..        આજ૦ ૩
સત્સંગ આપ્યો સ્નેહે અમોને, આપ્યો પરમાનંદ રે;
અક્ષરધામના ધામી પ્રભુજી, રીજયા શ્રી સહજાનંદ રે...     આજ૦ ૪
પોતાના સુખમાં રાખ્યા અમોને, સર્વે તાપ નિવારી રે;
જ્ઞાનજીવન કહે ચિંતવું સ્નેહે, શ્રીજીની મૂર્તિ પ્યારી રે...     આજ૦ 

 

મૂળ પદ

આજ અમારા ભાગ્ય અતીશે

મળતા રાગ

પ્રાતઃ થયું મનમોહન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી