ઓ ચતુર વેલા ચેતો, આ જાય છે જુવાની; ૧/૧


પદ-૧(રાગ:મેમાન થયા તમે મારા)  પદ-૭૯
ઓ ચતુર વેલા ચેતો, આ જાય છે જુવાની;
બહુ ઉતાવળી છે એતો, આ જાય છે.                           ટેક
જેમ નદીયે આવે પુર, વળી આક તણું જેમ તુર;
જોબનિયું એમ જરૂર.આ જાય છે.                                
છે ચાર ઘડીનું ચટકું, એક આંખ અણું છે મટકું;
જુઠું જોબનનું લટકું.આ જાય છે.                                 
જોબન તે પલમાં જાશે, બોલ્યા નારણદાસે;
ભજ ભાવધરી અવિનાશે.આ જાય છે.                        

મૂળ પદ

ઓ ચતુર વેલા ચેતો, આ જાય છે જુવાની;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી