મરી જાવું સંસારને છોડીરે, સંગે આવે નહીં એક કોડી; ૧/૧

પદ-૧ (રાગ માન માયાના કરનારારે)

પદ-૮૨

મરી જાવું સંસારને છોડીરે, સંગે આવે નહીં એક કોડી;

કળી કાળમાં આવરદા થોડી રે.સંગે.ટેક.

અલ્પાયુષમાં મમતાજ મોટી, ઉંડી અંતરમાં ચોડી;

એક પલકમાં જાવું છે ઉઠી, સંસારી સગપણ તોડીરે.સંગે.૧

પ્રભુ ન ગાયો ને ધૂળ કમાયો, દેશ વિદેશમાં દોડી;

ભૂખે મરીને ઘણી ભેગી કરે છે, માયા લાખ કરોડી રે.સંગે.૨

પુન્ય માર્ગમાં પૈસો ન આપ્યો, હરિજનને હાથ જોડી;

અન્ય વખત કશું કામ ન આવે, જોને હૈયાની આંખ ફોડીરે.સંગે;.

લાજનું લગડું લીધું છે સઘળું, જેમ કુંભારની ઘોડી;

કાળ કરી કોપ શિર ઝુકી રહ્યો છે, શું રહ્યો સેજમાં પોઢીરે.સંગે.૪

અંતરની આશા બધી નાશ થવાની, કાયા ને માયા કુડી;

નારાયણદાસ નાથને ભજી લ્યો, રત આવી છે રૂડી રે.સંગે.૫

મૂળ પદ

મરી જાવું સંસારને છોડીરે, સંગે આવે નહીં એક કોડી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી