હરિ ભજન કરો નરનારી, વિષયથી ચિત્ત વિસારી;૧/૨

પદ-૧/૨

પદ-૮૫ (રાગ :તમે જાત ભાત નથી જોતા નથી હીરા માણેકને મ્હોતા)

હરિ ભજન કરો નરનારી, વિષયથી ચિત્ત વિસારી;

દ્રઢ ધિરજ મનમાં ધારી, વિષયથી ચિત્ત વિસારી.ટેક.

ખાઇ ખાઇને જન્મારો ખોયો, પી પી ને પળી આવ્યાં;

ચાવી ચાવીને દાંત પડ્યા, પણ પેટ પૂરણ ન ભરાયાં.હરિજન.

વિષય ભોગવી વૃદ્ધ થયો, પણ વિકાર મટ્યા નહિ મનના;

તન સુકાયું ચાલ્યો વા, ગયા દિવસ જોબનના.હરિજન.

એક મિલે તો અયુત ઇચ્છા, લાખ ક્રોડ પછી લેવા;

અન્તે કોડી કામ ન આવે, જશો આવ્યા એવા.હરિજન.

રેતી પીલે તેલ ન આવે, સમજ આ જગમાંથી.હરિજન.

એ રીતે સંસારી સુખડું, કદી પડે નહિ પુરૂં;

અચાનક મરવાનું આવે, ધર્યું રહે અધુરૂં.હરિજન.

એટલા સારું હરિ ભજી લ્યો, મુકી મનની માયા;

દાસ નારાયણ કે'છે તારી, કરમાઇ જાશે કાયા.હરિજન.

મૂળ પદ

હરિ ભજન કરો નરનારી, વિષયથી ચિત્ત વિસારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી