સતસંગ કરો શિર સાટે, ખત ચોરાશીનું ફાટે;૨/૨

પદ-૨/૨ (રાગ : સદર)

પદ-૮૬

સતસંગ કરો શિર સાટે, ખત ચોરાશીનું ફાટે;

દુઃખ કરોડ જન્મનાં કાટે.સતસંગ ટેક.

સત્સંગ કરતાં સર્વોપરી સુખ, અલ્પ કાળમાં આવે;

દુઃખના ડુંગર ઉગ્યા હોય તો, મીનીટમાં મટ જાવે.સત્સંગ.૧

અનેક જન્મનાં પાપ પુંજ તે, સંત સમૂળા બાળે;

અનુભવીનો અલ્પ સંગ તે, અજ્ઞાન ઉરથી ટાળે.સત્સંગ.૨

પુન્ય કરે તે પ્રાણી પોતે, અમરાપુરમાં જાયે;

સંત સમાગમ મળવો દુર્લભ, શાસ્ત્રો સર્વ ગાયે.સત્સંગ.૩

અનેક જન્મનાં પુન્ય હોય તે, સંત સમાગમ પામે;

પ્રગટ હરિ ને સંત મળે તો, વિપત્ત સઘળી વામે.સત્સંગ.૪

શુદ્ધ ભાવથી સત્સંગ કરતાં, જન્મ મરણ દુઃખ જાશે;

દેહ તજીને દિવ્ય રૂપ થઇ, હરિનો હજુરી થાશે.સત્સંગ.૫

સંત હ્રદયમાં હરિ રહ્યા છે, અચળ કરીને વાસ;

જન્મો જન્મ સંત સમાગમ, માગે નારણદાસ.સત્સંગ.૬

મૂળ પદ

હરિ ભજન કરો નરનારી, વિષયથી ચિત્ત વિસારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી