કુસંગ કદી નવ કરીએ, પાપ જાણી પરહરિએ;૧/૨

     પદ-૧/૨
પદ-૮૭(રાગ : આ ડોસીએ દાટજ વાળ્યો, મારો હરખ હૈયાનો ટાળ્યો)
 
કુસંગ કદી નવ કરીએ, પાપ જાણી પરહરિએ;
અવળાથી અળગા ફરીએ.                                કુસંગ.ટેક.
કુસંગ સંગનો રંગ ચઢે તો, પુણ્ય પૂર્વનાં બાળે;
અધર્મનો ઉપદેશ કરીને, ભક્તિ કરતાં ખાળે.              કુસંગ.૧
શ્વાન સંગાતે સ્નેહ કરે તો, મુખ પોતાનું ચાટે;
વેર કર્યાથી વેહેલો આવી, નિશ્ચે પગને કાટે.               કુસંગ.૨
ઉના કોયલાને અડીયે તો, ડામ પડે અચિર;
ઠંડાનો સ્પર્શ કરીયે તો, કાળુ થાય શરીર.                         કુસંગ.૩
મન કર્મ વચને કુસંગ કરે તો, નકી નરકે નાખે;
હરિભક્તને મારગ જાતાં, પાછા વાળી રાખે.               કુસંગ.૪
વિમુખ જનથી વાદ ન કરીયે, સમજી રહીએ છેટા;
દુષ્ટ પુરુષથી દૂર રહ્યા તે, સુખીયા થઇને બેઠા,           કુસંગ.૫
જો ઇચ્છો પોતાનું સારૂં , તો કુસંગ ના કરશો;
દાસ નારાયણ હરિ ભજીને, ભવજળ પાર ઉતરશો.           કુસંગ.૬ 

મૂળ પદ

કુસંગ કદી નવ કરીએ, પાપ જાણી પરહરિએ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી