શું મૂરખને સમજાવે, અંધાને અકકલ ન આવે;૨/૨

પદ-૨/૨(રાગ :સદર)

પદ-૮૮

શું મૂરખને સમજાવે, અંધાને અકકલ ન આવે;

કદી પામર જ્ઞાન ન પાવે, અંધાને અકકલ ન આવે.ટેક.

કરોડ કલ્પ સુધી સમજાવો તોય મૂરખ ન માને;

અવળાને તો અવળું સુજે, ઉંધી બુદ્ધિવાનને.શું મુરખ.૧

મુંજ બોળીએ ગંગાજીમાં, ઊંડા પાણીમાંય;

જેમ જેમ પાણીમાં તે પલળે, તેમ તેમ કઠણ થાય.શું મુરખ.૨

લીમડો મીઠો થાય નહિ જો, સૌ મણ સાકર રેડો;

બાવળિયાનું બી વાવીને, કેરી ક્યાંથી વેડો.શું મુરખ.૩

સો વરસ સુધી સાગરમાં, બોળી મુકો પાણો;

બહાર કાઢતાં અગ્નિ ઉડે, એમ મુરખને જાણો.શું મુરખ.૪

સુઘરી કહે સુણ વાનર તારું, શરીર મનુષ્યના જેવું;

વર્ષાદ વાયુ શીત સહે છે, ઘર કરે તો કેવું.શું મુરખ.૫

કપીરાજ કહે સાંભળ સુઘરી, ઘર નથી આવડતું;

કહે તો તારું ઘર તોડીને, કરું કુવામાં પડતું.શું મુરખ.૬

સમજુને શિખામણ દઇએ, જઇને તેની પાસ;

અણસમજુથી અળગા રહીએ, કે'છે નારણદાસ.શું મુરખ.૭

મૂળ પદ

કુસંગ કદી નવ કરીએ, પાપ જાણી પરહરિએ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી