ભવસાગર તરવા રે હરિ ભજ ભવસાગર તરવા; ૧/૧

પદ-૧(રાગ :કારજ શુભ કરવા રે અમારાં કારજ શુભ કરવા)

પદ-૮૯

ભવસાગર તરવા રે હરિ ભજ ભવસાગર તરવા;

આજ અમુલખ અવસર આવ્યો ભવસાગર તરવા.ટેક.

જન્મ મરણનું સંકટ મોટું તે થકી ઉગરવા;

લખ ચોરાશી ભટકણું ભવમાં ફેર નહિ ફરવા.ભવસાગર.૧

સંત સમાગમ કથા અમૃત રસપાન પૂરણ કરવા;

લોભી લપટી કપટી લુચ્ચા પાપી પર હરવા.ભવસાગર.૨

કર ચરણ ને નેત્રો શ્રવણ ભક્તિમાં અનુસરવા;

જીવ્હાયે જગદિશ પ્રભુને નિશદિન ઉચ્ચરવા.ભવસાગર.૩

સત્ય દયા સંતોષ ને શ્રદ્ધા ધીરજ ઉર ધરવા;

નારાયણદાસનો નાથ ભજીને, અક્ષરમાં ઠરવા.ભવસાગર.૪

મૂળ પદ

ભવસાગર તરવા રે હરિ ભજ ભવસાગર તરવા;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી