ફોગટ શાને ફૂલે તું મનમાંય રે, ૧/૨

પદ-૧/૨ (રાગ :ધીમા ધીમા ચાલોને મારા પ્રાણ રે)

પદ -૯૨

ફોગટ શાને ફૂલે તું મનમાંય રે,

તારા મનનું ધાર્યું તે નહિ થાય જરી;

કૂટે શીદને કરી કલ્પનાય રે...ફોગટ શાને ટેક.

સરસ થવું છે સર્વને જીતિ કરવો છે જય,

રાંક નથી રહેવું કદી થાવું છે નિરભય;

પણ હાથમાં હરિના એ વાતો રહી,

ધાર્યું થાશે નહિ સો ઉપાય રે.ફોગટ શાને.૧

તરણાનો મેરૂ કરે થાવું તરણું થાય,

રાજાને તો રંક કરે રંકને કરે એ રાય;

માટે પ્રભુ વિના પાપ હાલે નહિ,

કોઇનું ચાલે નહિ સુણ ભાઇ રે.ફોગટ શાને.૨

અહંકારી હારી ગયા મોટા જે મસ્તાન,

મરી ગયા બહુ મહિપતિ, ન રહ્યું નામ નિશાન;

માટે નારણદાસના નાથને ભજો,

માન મમતા તજો કરે સહાય રે.ફોગટ શાને.૩

મૂળ પદ

ફોગટ શાને ફૂલે તું મનમાંય રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી