જેણે પાપ કર્યા તે પુરુષને ઘેર શંખણી નારી; ૧/૧

પદ-૧ (શંખણી સ્ત્રીનાં લક્ષણ)
પદ-૯૪ (રાગ :હરિજન થકી છોટા હોય તે સૌથી મોટા થાયે)
 
જેણે પાપ કર્યા તે પુરુષને ઘેર શંખણી નારી;
તેણે દુઃખ ધર્યા કુભારજા કારણ તે ભીંતર ભારી. ટેક.
નિત્ય સુરજ ઉગ્યા પછી જાગે, કહે સવળી તો અવળી ભાગે;
એનું મુખ જાણે કાળો નાગે. જેણે.૧
નિત્ય કલેશ કરે પરણ્યા સાથે, ઘણી ભૂંડપ મુકે નિજ માથે;
કાંઇ છાનું વેચે નિજ હાથે. જેણે.૨
નિજપતિ વચન નવ કાને ધરે, પરપુરુષ સાથે પ્રીત કરે;
જરી લોક લજ્જાથી નવ ડરે. જેણે.૩
નવ દયા મહેર ધરે મનમાં, બળે ઇષર્યાની હોળી તનમાં;
ઘડી ઠરે નહિ આખા દનમાં. જેણે.૪
પર અવગુણને અંતર ગોતે, નિજ દોષ દબાવે છે પોતે;
કરે ફજેત સામાને બહુ રીતે. જેણે.૫
નિત્ય સાસુ સાથે લહે ઝડી, ઝઘડો નવ મુકે એક ઘડી;
કરે વાતો જુઠી ખુબ રડી. જેણે.૬
હોય અશુચીને વળી અલ્પ મતી, કરે છાની વાતને ખુબ છતી;
નવ સમઝે રહસ્ય એક રતિ. જેણે.૭
સાસુ સસરાને નિત્ય દમે, નણદી નજરે દીઠી ન ગમે;
પતિ જમતાં પહેલી નિત્ય જમે. જેણે.૮
પતિ આદિ સંબંધીનો દ્રોહ કરે, નિજ પિયર ઉપર બહુ પ્રેમ ધરે;
તે ચોરાશીમાં નવ ઠરે. જેણે.૯
ધણી સાથે ધડાકો ખુબ લહે, તેને વેણ ઉપર બહુ વેણ કહે;
એનો ધણી બિચારો ખમી રહે. જેણે.૧૦
કુલટા નારીનો સંગ કરે, બિન કારણ ઘેર ઘેર નિત્ય ફરે;
લઇ છીંકણી ભૂંડું નાક ભરે. જેણે.૧૧
નિજ પતિ પરદેશે જો જાવે, તો ફુવેડને પુરૂ ફાવે;
હસવું રમવું જે મન ભાવે. જેણે.૧૨
જ્યારે કંથ કમાઇને ઘેર આવે, ત્યારે તરૂણી તાવ ઘણો લાવે;
ધણી કરે કમાણી એ ખાવે. જેણે.૧૩
તોય વડી થઇને ખુબ વઢે, બહુ ઘાંટો કાઢી ખુબ રડે;
એમ નબળા ધણીને નિત્ય નડે. જેણે.૧૪
વહાલાની સાથે વેર કરે, વેરીની સાથે હેત કરે;
ગુણવંતી ઉપર બળી મરે. જેણે.૧૫
પુણ્ય દાન કરે તેને વારે, નિત્ય માથાની જુઓ મારે;
દીલમાં દયા તો નવ ધારે. જેણે.૧૬
દારૂ માટી ચોરી કરતી, પર પુરુષમાં રાખે વૃત્તિ;
એનું પાપ જોઇ ધ્રુજે ધરતી. જેણે.૧૭
એવી કુટિલ કુભારજા જે કહાવે, તે મુઆ પછી નરક જાવે;
એમ દાસ નારાયણ સંત ગાવે. જેણે.૧૮ 

મૂળ પદ

જેણે પાપ કર્યા તે પુરુષને ઘેર શંખણી નારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી