જેને ઘેર નારી સતી, પુણ્યશાળી તેનો પતિ.ટેક. ૧/૧

પદ-૧(પતિવ્રતા સ્ત્રીનાં લક્ષણ)
પદ-૯૫        (રાગ:કાચબા કાચબિના ભજનનો)
 
જેને ઘેર નારી સતી, પુણ્યશાળી તેનો પતિ. ટેક.
મુખડે મધુરાં વેણ બોલેને, રાજી રહે દિન રાત;
શિલ સંતોષ ને શાન્તી રાખી, વિચારીને કરે વાત. જેને.૧
ટેક વિવેકમાં નેકમાં કુશળ, ગુણવંતી ને ગંભીર;
નીતિની રીતિમાં પૂરણ પ્રીતિ, અચળ અંતર ધીર. જેને.૨
સાસુને બોલાવે મન આપીને, વિનયે કહી વચન;
નણદી સાથે નેહ વધારે.તે નારીને ધન્ય. જેને.૩
સગા સંબંધી ઘેર આવે તો, બહુ કરે સનમાન;
આદર સહિત હેત કરીને, આપે ભોજન પાન. જેને.૪
સ્વામીની સેવામાં શુરીપુરી, રહે સદા ધરી પ્રેમ;
શૌચ વિધિમાં શ્રદ્ધા રાખી, પાળે પોતાનો નિયમ. જેને.૫
કટુક વચન કંથ કહે તો, સાંખે પોતાને મન;
શિશ પડે તોય રિસ ચઢે નહિ, તે નારીને ધન્ય, જેને.૬
અંધ રોગી ને પાંગળો પતિ, નપુંસક નિર્ધન;
ઇશ્વર સમાન સમજી સેવે, તે નારીને ધન્ય. જેને.૭
પતિને જમાડીને પછી જમે, કરે મિત્ ભોજન;
આંટી અબોલા કદી ન રાખે, તે નારીને ધન્ય. જેને.૮
આપત્તિ કાળમાં અળગી ન રહે, સ્વામીથી એક લગાર;
સુખ દુઃખ સર્વ સહન કરીલે, ધિરજ રાખી અપાર. જેને.૯
પતિ પરદેશ પધારે ત્યારે, પહેરે નહિ શણગાર;
હાસ વિનોદનો ત્યાગ કરીને, ભાવે ભજે કિરતાર. જેને.૧૦
કંથની સાથે કપટ ન કરે, જુઠું ન બોલે લગાર;
અંતરમાં કદી અવગુણ નાવે, તે પતિવ્રતા નાર. જેને.૧૧
શિશ પડે તોય સ્વામીનું વચન, લોપે નહિ લગાર;
પતિનું ગમતું કરવા ઇચ્છે, તે પતિવ્રતા નાર, જેને.૧૨
થોડા બોલી ને લાજમાં ચાલે, સમજે સાર અસાર;
પતિનું વાક્ય પાછું ન વાલે, તે પતિવ્રતા નાર. જેને.૧૩
નાભી સાથળ ને છાતી નર કોઇ, દેખે નહિ લગાર;
લાજ રાખીને કાજ સુધારે, તે પતિવ્રતા નાર. જેને.૧૪
શૌચ વિધિ કરી સમરે શ્રીહરિ, તે નારી રંગરેલ. જેને.૧૫
કુલટા નારી કામણગારી, વ્ઉભિચારી વંઠેલ;
સહેજે પણ તેનો સંગ કરે નહિ, તે નારી સુખવેલ. જેને.૧૬
નાટક ચેટક ભાંડ ભવૈયા, ફેલ ફ્તુરના ખેલ;
જાણે અજાણે તે નવ જુએ, તે નારી સુખવેલ. જેને.૧૭
નારી નઠારી નંદે વંદે, તે સૌ કરે સહન;
નારણદાસના નાથને ભજે, તે નારી હરિજન. જેને.૧૮ 

મૂળ પદ

જેને ઘેર નારી સતી, પુણ્યશાળી તેનો પતિ.ટેક.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી