સુખ શાનું તે આવે, ભક્તિ ન ભાવે;મમતા ન જાવે, ૧/૧

પદ-૧(રાગ : મહાડ-તાલ દાદરા)
પદ-૯૬
સુખ શાનું તે આવે, ભક્તિ ન ભાવે;મમતા ન જાવે,
લુચ્ચાને એક લગાર ટેક.
સંત બોલાવે તો સામું ન જુવે.ત્રિયા સંગે ત્યાર;
પ્રાણ થકી એને પ્યારા લાગે, દારૂના પીનારરે.સુખ શાનું.૧
હરિજન સાથે હેત કરે નહિ, પરનારીમાં પ્રીત;
ઉદર ઓલે જુઠું બોલે, ચોરીમાં એનું ચીતરે. સુખ શાનું.૨
કપટ દગા ક્રોડ કરે ને, અંતર મેલું અપાર;
સામાની સંપત્તિ દેખીને દાઝે, ભુંડપનો ભંડારરે.સુખ શાનું.૩
પુન્ય મારગમાં પૈસો ન આપે, દાન દયા કર્યા બંધ;
લાગે આવે તો લુંટીને લાવે, પર ધન પાપી અંધરે.સુખ શાનું.૪
આખી ઉમરમાં એક ઘડી તો, ભજ્યા નહિ ભગવાન;
નારણદાસ કહે સંત વાણી, જીવ્યો તે મુવા સમાનરે.સુખ શાનું.૫

મૂળ પદ

સુખ શાનું તે આવે, ભક્તિ ન ભાવે;મમતા ન જાવે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી