થાય થાય રે શી રીતે સારું તારૂં; ૧/૧

પદ-૯૭(રાગ : મરશીયો)

પદ-૯૭

થાય થાય રે શી રીતે સારું તારૂં;

તું કૃત કરે નિશ્ચે નઠારૂં રે.થાય થાયરે.ટેક.

પરનારીમાં મન ભમે તારું, ભજન સ્મરણ લાગે નહિ સારૂં;

ખાય માટી ને મુંઢ પીયે દારૂરે.થાય થાયરે.૧

જુ માકડ ને મૂઢ મતિ મારે, દયાહીણ જરી દિલ ન વિચારે;

હિંસા કરતો જરી નવ હાંરેરે.થાય થાયરે.૨

કુડ કપટ દગો ને કરે ચાડી, આંખો ફાડીને વાત કરે આડી;

દિયે બીજાના કામને બગાડીરે.થાય થાયરે.૩

પંચ વિષયમાં મોકળો મહાલે, વર કન્યા વચ્ચે વેર ઘાલે;

ઘડી હુંકા વિના નવ ચાલેરે.થાય થાયરે.૪

સુખ સામાનું દેખીને દાઝે, ચોરી કરતાં લુચ્ચો નવ લાજે;

કાઢી ઘાંટો ગરીબ પર ગાજેરે.થાય થાયરે.૫

ઉંડી અંતરમાં ઇષર્યા રાખે;આળ અન્ય પર અનેક નાખે;

ભાવ ભૂંડા ને જૂઠ ઘણું ભાખેરે.થાય થાયરે.૬

લઇ લાંચને બગાડે પર બાજી, રંક જીવને રડાવી થાય રાજી;

માન મોટપની વાત કરે ઝાઝીરે.થાય થાયરે.૭

નાનાં બાળકોને નિત્યે રડાવે;વૃદ્ધ માતા પિતાને કલપાવે;

નારણદાસ કહે ભક્તિ ના ભાવેરે, થાય થાયરે.૮

મૂળ પદ

થાય થાય રે શી રીતે સારું તારૂં;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી