જીવડલા જાવું છે એક દન, વિચારી જોને મૂરખ મન; ૧/૧

પદ-૨/૨ રાગ :સદર)
પદ-૯૯
 
જીવડલા જાવું છે એક દન, વિચારી જોને મૂરખ મન;
ધર્યા સૌ રહેશે ધરતિ ધન, જાય છે ચાલ્યું આ જોબન. ટેક.
બાગ બંગલા ત્યાગ કરીને વસવું છે જઇ વન,
શું સંગાતે આવે તહાંરે જો ફોડી લોચન;
એક પલકમાં જાવું ઉઠી રહેવાની છે વાતો જુઠી,
અરરરરર આ તન તજીને જાવું છે એક દન.
રતિ રતિનાં લેખાં લેશે અન્તે યમ રાજન,
પાપ તણાં ફળ કરવાં પડશે તહાંરે સહુ સહન;
દાસ નારાયણ કે છે સાચું, જમના દૂતો ભાંગશે ડાચું;
અરરરરર આ તન તજીને જાવું છે એક દન. ૨ 

મૂળ પદ

જીવડલા જાવું છે એક દન, વિચારી જોને મૂરખ મન;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી