જ્ઞાનિ ભક્ત તે શ્રેષ્ઠ કહાવે, એને તુલ્ય બીજા કોઇ નાવે; ૧/૧

પદ-૧ (રાગ :ચોપાઇ)

પદ-૧૦૨

જ્ઞાનિ ભક્ત તે શ્રેષ્ઠ કહાવે, એને તુલ્ય બીજા કોઇ નાવે;

જેને અંતર ઉપજ્યું જ્ઞાન, જાણે સર્વોપરિ ભગવાન.૧

દૂર કીધું જેણે દેહાભિમાન, સંસાર સ્વપ્ના સમાન;

એવા જ્ઞાની ભજે હરિ નિત્ય, કરે ભક્તિ તે ધર્મ સહિત.૨

જ્ઞાન વિના હરિ ન ભજાય, ભજ્યા વિના તો શાન્તિ ન થાય;

પુરો જાણે હરિ મહિમાય, ત્યારે વિષય પંચ જીતાય;

જીતે વિષય તો સુખ થાય, એમ દાસ નારાયણ ગાય.૪

મૂળ પદ

જ્ઞાનિ ભક્ત તે શ્રેષ્ઠ કહાવે, એને તુલ્ય બીજા કોઇ નાવે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી