જીવ અમર અજર અવિનાશ, દેહ મરે જરે થાય નાશ; ૧/૧

પદ-૧(રાગ :ચોપાઇ)
પદ-૧૦૫
 
જીવ અમર અજર અવિનાશ, દેહ મરે જરે થાય નાશ;
જીવ ચૈતન ને સુખ રૂપ, જડ દેહ અને દુઃખ કુપ.
અછેદ અભેદ આત્મા કહાવે, છેદ ભેદ શરીર તે પાવે;
જીવ શુદ્ધને સંત કહેવાય, દેહ અશુદ્ધ અસત ગણાય.
જીવ દેહમાં રહે છે વ્યાપી, દેહ મરતાં ન મરે કદાપી;
દેહાદિકનો છે જાણનાર, જીવ દેહ તણો છે આધાર.
જેને ઉપન્યું આતમજ્ઞાન, નિજ બ્રહ્મ રૂપ સદા માન;
બ્રહ્મ થઇ ભજે અવિનાશ, એમ કહે છે નારાયણદાસ. ૪ 

મૂળ પદ

જીવ અમર અજર અવિનાશ, દેહ મરે જરે થાય નાશ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી