સત્સંગી થઇ સહજાનંદ સ્વામીનું, સ્મરણ કીજીએ; ૧/૧

પદ-૧૦૭(રાગ :હરિજન થકી છોટા હોય તે.)

પદ-૧૦૭

સત્સંગી થઇ સહજાનંદ સ્વામીનું, સ્મરણ કીજીએ;

ભવજળ તરવા નામ નારાયણ લાજ તજીને લીજીએ.ટેક.

જેને સહજાનંદ સ્વામી મળીયા, તેના જન્મ મરણફેરા ટળીયા;

તે અક્ષર મુક્ત ભેળા ભળીયા.સત્સંગી.૧

જેણે સહજાનંદના ગુણ ગાયા, તેણે સફળ કરી લીધી કાયા;

તે મુક્ત થયા જીતી માયા.સત્સંગી.૨

જેણે સહજાનંદ સ્વામી ભજીયા, તે જીત્યો જન્મ મરણ કજીયા;

તેણે શાન્તિના ભારા સજીયા.સત્સંગી.૩

સુખદાયક સહજાનંદ સ્વામી, અક્ષરેશ્વર અંતરજામી;

કહે નારાયણદાસ શિરનામી.સત્સંગી.૪

મૂળ પદ

સત્સંગી થઇ સહજાનંદ સ્વામીનું, સ્મરણ કીજીએ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી