અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ; ૧/૧

પદ-૧૦૮(રાગ :ચોપાઇ)                      પદ-૧૦૮
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;
દેહ ને દેહનાં સંબંધીમા, સગાં સહોદર કુટુંબીમાં.                              ૧
અહં મમત્વની કરાવનારી, વળી જીવોને બંધનકારી;
એતો કૃષ્ણ પ્રભુની છે શક્તિ, દિયે ભુલાવી પ્રભુની ભક્તિ.                  ૨
માટે ભક્ત રહો સાવધાન, અતિ માયા ઘણી બળવાન;
સત્વ રજ ને તમ રહાવે, એતો માયાના ગુણ કહાવે.                           ૩
કામ ક્રોધ ને મોહ વિકાર, એતો માયા તણા નિરધાર;
પ્રભુ વીના બીજામાં જે પ્રીત, તેને જાણવી માયા ખચીત.                     ૪
જડ ચૈતન્ય દ્વિવિધ માયા, તેમાં મોહ પામ્યા રંક રાયા;
એતો દાસી છે મહા પ્રભોની, વળી આશ્રયકારી જીવોની.                      ૫
એવી માયા પ્રબળ અતિ ભારી, દૈવી રાક્ષસી ઉભય પ્રકારી;
સાચા ભક્તોને છે સુખકારી, દુષ્ટોને અતિ દુઃખ દેનારી.                       ૬
જે કોઇ પ્રભુને શરણે જાય, તેણે પ્રભુની માયા જીતાય;
બીજા કોટિ કરે જો ઉપાય, પણ માયા કદિ ન જીતાય.                         ૭
એ તો પ્રગટ પ્રભુને પ્રતાપ, જીતે ભક્ત તે માયા અમાપ;
કહે નારણદાસ મોરારી, એથી રક્ષા કરો પ્રભુ મારી.                             ૮
 
 

 

મૂળ પદ

અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી