પ્રભુ ચરણ લાગું પાય રહો હ્રદિયાની માંય ૧/૧

પદ-૧

પદ-૧૦૯(રાગ :પૂજું ગણપત ગુરુ દેવ, કરું શારદાની સેવ

મહાદેવનકા દેવ, માત તાત અમેરા)

પ્રભુ ચરણ લાગું પાય રહો હ્રદિયાની માંય,

મારું શ્રેય સહુ થાય જાય દુઃખ અમારાં;

ગુણ ગુણવંત ગાય શુક શારદા સદાય,

જોગી જપે વનમાંય નિત્ય નામ તમારાં.પ્રભુ.૧

મહા માયાની પાર અતિ તેજનો અંબાર,

દિવ્ય સિંહાસન સાર તેમાં નાથ બિરાજે;

અક્ષર બ્રહ્મના આધાર દિવ્ય સદાય સાકાર,

ગુણ ગાય વેદ ચાર નાદ અનહદ વાજે.પ્રભુ.૨

ઉડે અનંત બ્રહ્માંડ એક રોમમાં અખંડ,

એવું અક્ષરનું પંડ તેના નાથ નિયંતા;

નહિ કાળ કર્મ દંડ અતિ આનંદ અખંડ,

જેના પ્રેમમાં પ્રચંડ મહા મુક્ત રહન્તા.પ્રભુ.૩

એવું અક્ષર અપાર ગુણાતીત અવિકાર.

તેના આપ છો આધાર સર્વ સુખ કરંતા;

સ્થિતિ ઉત્પત્તિ સંહાર કરો છો જ વિશ્વાધાર,

હરો છો જ ભૂમિ ભાર દાસ દુઃખ હરંતા.પ્રભુ.૪

મહામુક્ત અગણિત સેવે ચરણ તેનાં નિત્ય,

મારે તેની સાથે પ્રીત બડાં ભાગ્ય અમારાં;

અપરિમિત માયાતીત સુખ ભોગવે અમિત,

નહિ ઉષ્ણતા ને શીત એવાં ચરણ તમારાં.પ્રભુ.૫

જેહી બાવનની બહાર મન વાણી થકી પાર,

તેણે ધર્યો અવતાર અનેક જીવ તારવા;

આવ્યા પૃથ્વી મોઝાર થયા ધર્મના કુમાર,

સ્થાપ્યો ધર્મ સદાચાર જન કાજ સારવા.પ્રભુ.૬

અગોચર ને અગમ તે થયા છે સુગમ,

પુરુષોત્તમ પરિબ્રહ્મ માત તાત જગતના;

માગું ચરણ સેવા મમ આપો જન્મો જનમ,

વળી સંત સમાગમ પુરો ભાવ ભક્તના.પ્રભુ.૭

દયાનિધી કરી દયા નર રૂપ નાથ થયા,

ત્યારે તાપ તરણ ગયા નિજ સંત જનના;

કહે નારાયણદાસ આપો સમિપમાં વાસ,

મારી પુરો સહુ આશ, હરો ત્રાસ તનના, પ્રભુ.૮

મૂળ પદ

પ્રભુ ચરણ લાગું પાય રહો હ્રદિયાની માંય

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી