જેણે પ્રહલાદને ઉગાર્યો રે, એજ પ્રભુ સાચા છે; ૧/૧

પદ-૧(રાગ :રણછોડ રંગીલા)
પદ-૧૧૧
 
જેણે પ્રહલાદને ઉગાર્યો રે,  એજ પ્રભુ સાચા છે;
જેણે હિરણ્યકશિપુ તે માર્યો રે,  એજ પ્રભુ સાચા છે.૧
જેણે શબરીનાં ખાધાં બોર રે,  એજ.
જેણે માર્યો શંખાસુર ચોર રે. એજ.૨
જેણે સમુદ્ર વારી વલોયું રે  એજ.
જેણે દુર્યોધન કુળ ખોયું રે. એજ.૩
જેણે ગજના કાપ્યા બંધ રે,  એજ.
જેણે માર્યો અસુર અતિ અંધ રે. એજ.૪
જેણે અધમ અજામેળ તાર્યો રે,  એજ.
જેણે હિરણાક્ષ દઇત્યને માર્યો રે. એજ.૫
જેણે ધ્રુવને અચળ પદ આપ્યું રે,  એજ.
જેણે બલિનું બંધન કાપ્યું રે. એજ.૬
જેણે પાણી ઉપર પાજ બાંધી રે,  એજ.
જેણે માર્યો વાલિ બાણ સાંધી રે. એજ.૭
જેણે સુબાહું તાડીકા મારી રે,  એજ.
જેણે અહલ્યા નારી ઉદ્ધારીરે. એજ.૮
જેણે માર્યો રાવણ દશ શિશ રે,  એજ.
જેણે છોડાવ્યા સુર જગદીશ રે. એજ.૯
જેણે ગોકુળમાં ગાયો ચારી રે,  એજ.
જેણે માશી તે પુતના મારી રે. એજ.૧૦
જેણે ગોવરધન કર ધાર્યો રે,  એજ.
જેણે ઇંદ્રનો ગર્વ ઉતાર્યો રે. એજ.૧૧
જેણે રાખી પાંડવની લાજ રે,  એજ.
જેણે આલ્યું વિભીષણને રાજ રે. એજ ૧૨
જેણે પૂર્યા પંચાળીનાં ચીર રે,  એજ.
જેણે ઉગાર્યા પાંડવ વીર રે. એજ.૧૩
જેણે ખાધી વિદુરની ભાજી રે,  એજ.
જેણે કુબજાને કીધી રાજી રે. એજ.૧૪
જેણે નરસિંહ મહેતાને હાર આપ્યો રે,  એજ.
જેણે બોડાણો ભક્ત નિજ થાપ્યો રે. એજ.૧૫
આજ શ્રી સહજાનંદ સ્વામી રે,  એજ.
કહે નારાણદાસ શિશ નામિ રે,  એજ.૧૬ 

મૂળ પદ

જેણે પ્રહલાદને ઉગાર્યો રે, એજ પ્રભુ સાચા છે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી