મહાત્મ્ય શ્રી મહારાજનું, જ્ઞાની સમજે અપાર; ૧/૧

પદ-૧(રાગ :પૂર્વ છાયો)

પદ-૧૧૨

મહાત્મ્ય શ્રી મહારાજનું, જ્ઞાની સમજે અપાર;

કોટિ કોટિ બ્રહ્માંડના કર્તા, શ્રીહરિ ધર્મ કુમાર.૧

કલ્યાણ કરવા કારણે, હરિ ધરે મનુષ્ય અવતાર;

મનુષ્ય ચરિત્ર મહારાજનું, જોઇ મોહ ન પામે લગાર.૨

સત્ય સમઝે શ્રી હરિ, વળી જાણે સત્ય હરિજન;

અડગ નિશ્ચય ઉર વિષે તે, ડગે નહિ કોઇ દન.૩

ધર્મ સહિત ભક્તિ પ્રભુની, કરે કરાવે જેહ;

નારણદાસ નાથને, અતિ પ્રિય ઉરમાં તેહ.૪

મૂળ પદ

મહાત્મ્ય શ્રી મહારાજનું, જ્ઞાની સમજે અપાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી