ચોરી જારિ મદિરા ને માંસ, એથી અળગા રહે હરિદાસ; ૧/૧

પદ-૧(રાગ :ચોપાઇ)
પદ-૧૧૩
 
ચોરી જારિ મદિરા ને માંસ, એથી અળગા રહે હરિદાસ;તમાકુ આદિ વ્યસન ત્યાગી, થાય પંચ વિષયથી વૈરાગી.
સત્ય શાન્તી ને દયા અપાર, જીવ હિંસા ન કરે લગાર;ગુરુ સંત ને માત પિતાની, કરે સેવા અતિ ભાગ્ય માની.
કામ ક્રોધ અને મદ મોહ, માત પિતા ને ભક્તોનો દ્રોહ;તેતો કરે નહિ કોઇ દન, જેણે જાવું છે બ્રહ્મ સદન.
કુડ કપટ દગા ન કરે, વળી કુસંગથી દૂર ફરે;શુદ્ધ ભાવે ભજે ભગવાન, જાણે સંસાર તરણા સમાન.
એવા ભક્ત પ્રભુજીને પ્યારા, જેથી નાથ રહે નહિ ન્યારા;એવા ભક્ત સદા પ્રભુ પાસ;રહે કહે નારાયણદાસ. ૫ 

મૂળ પદ

ચોરી જારિ મદિરા ને માંસ, એથી અળગા રહે હરિદાસ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી