ભક્ત સાચા પ્રભુનું મુખ માણશે જો;૧/૨

પદ-૧/૨(રાગ :કોડે કોડે એકાદશી કીજીએરે)

પદ-૧૧૭

ભક્ત સાચા પ્રભુનું મુખ માણશે જો;

બીજા કાચા વિષયને વખાણશે જો.ભક્ત.ટેક

પિંડ બ્રહ્માંડમાં પ્રીતિ જેણે પરહરિ જો;

તેની વૃત્તિ વિઠ્ઠલ વરમાં ઠરીજો.ભક્ત.૧

જેણે તરણા તુલે તે જગ જાણીયો જો;

તેણે રસિયા સંગે રસ માણીયો જો.ભક્ત.૨

જેની ટેક એક વિવેક વચન છે જો;

તેનું મન તે મોહનમાં મગન છે જો.ભક્ત.૩

જેનાં હૃદય મધ્યે સદા ઘનશ્યામ છે જો;

નારણદાસ તેના ચરણનો ગુલામ છે જો.ભક્ત.૪

મૂળ પદ

ભક્ત સાચા પ્રભુનું મુખ માણશે જો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી