ભક્ત જ્ઞાની ગણે જ નહિ દેહને જો;૨/૨

પદ-૨/૨

પદ-૧૧૮

ભક્ત જ્ઞાની ગણે જ નહિ દેહને જો;

મદ માયા મત્સર નથી જેહને જો.ભક્ત.ટેક.

જેને અહો અહો અહોનિશ થાય છે જો;

એ તો તન તજે બ્રહ્મરૂપ થાય છે જો.ભક્ત.૧

જેનું મનડું વેધાણું વૃષચંદમાં જો;

જેને લગની લાગી સહજાનંદમાં જો.ભક્ત.૨

નિર્માની નિષ્કામી નિર્લોભીયા જો;

તે તો અખંડ અક્ષરમાં શોભિયા જો.ભક્ત.૩

જેણે સંસાર છોડ્યો પ્રભુ કારણે જો;

દાસ નારાયણ જાય તેને વારણે જો.ભક્ત.૪

મૂળ પદ

ભક્ત સાચા પ્રભુનું મુખ માણશે જો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી