વિષય થકી વેગળા નિત્ય રહેવું રે;૧/૨

પદ -૧/૨ (રાગ :નારાયણ નામ લેને તું પ્રાણી રે)

પદ-૧૧૯

વિષય થકી વેગળા નિત્ય રહેવું રે;

જ્ઞાન ઇંદ્રિયોને જ્ઞાન દેવું.વિષય ટેક.

શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ રે, તેમાં મોહ પામે મતિમંદ રે;

પછી દુઃખ વેઠે અતિ અંધ.વિષય.૧

ગજ ભ્રમર ત્રિજો કુરંગરે, ચોથો મિન પાંચમો પતંગરે;

એકેક વિષયથી તજે અંગ.વિષય.૨

મનુષ્ય દેહને પંચેય પુરારે, દુઃખ દેવામાં નથી અધૂરા રે;

માટે છેટે રહો જન શુરા.વિષય.૩

પંચ વિષયને પરહરવા રે, થઇ તત્પર પ્રભુ સમરવારે;

નારણદાસ કહે ભવ તરવા.વિષય.૪

મૂળ પદ

વિષય થકી વેગળા નિત્ય રહેવું રે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી