ભજન કરો ભાવથી નરનારીરે;૨/૨

પદ- ૨/૨

પદ-૧૨૦

ભજન કરો ભાવથી નરનારીરે;

દ્રઢ ધીરજ અંતર ધારી, ભજન.ટેક.

શુદ્ધ ભાવે ભજે હરિરાયરે, પંચ વિષયમાં ન લોભાયરે;

એવા ભક્ત ઘણા વખણાય.ભજન.૧

દેહ ગેહને મીથ્યા ધારે રે, જાણે તરણા તુલ્ય સંસાર રે;

ગમે અંતર અક્ષરાધાર.ભજન.૨

ગુણ પ્રગટ પ્રભુના ગાય રે, એતો અષ્ટાવરણ ભેદિ જાયરે;

રહે અક્ષરમાંય સદાય.ભજન.૩

એવું સમજી ભજો અવિનાશરે, ટળે જનમ મરણના ત્રાસરે;

સત નારાયણદાસ પ્રકાશ.ભજન.૪

મૂળ પદ

વિષય થકી વેગળા નિત્ય રહેવું રે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી