પ્રગટ પ્રભુ શ્રીજી સદા સુખકારી;વિશ્વ કોટીના વિહારી.પ્રગટ.૨/૪

પદ-૧૨૨

પ્રગટ પ્રભુ શ્રીજી સદા સુખકારી;વિશ્વ કોટીના વિહારી.પ્રગટ.ટેક

પાપ ઉથાપક આપ પધાર્યા, નટવર નરતનું ધારી;

પાખંડ પ્રપંચ નાશ કરીને, વેદ વિધિ વિસ્તારી.પ્રગટ.૧

રીતિ અલૌકિક આપ ચલાવી, કોટિ ભૂવન થકી ન્યારી;

ધર્મની પાજ ધર્મસુત બાંધી, ત્યાગી ગૃહી બ્રહ્મચારી.પ્રગટ.૨

પ્રૌઢ પ્રતાપ પ્રગટનો વિલોકી, મુંઝાણી માયા બિચારી;

કામ ક્રોધાદિ કુસંપને લઇને, ચાલી અવિદ્યા નારી.પ્રગટ.૩

ભક્તિના નંદને ભક્તિ પ્રકાશી, ને ઉધાડી અક્ષર બારી;

નારણદાસના નાથ પધાર્યા, અવનિ પરે અવતારી.પ્રગટ.૪

મૂળ પદ

પ્રગટ વિના ભવનો પાર ન આવે;વેદ ગીતા એમ ગાવે.પ્રગટ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી