શ્રીજી મહારાજ સદા સુખરાશી અક્ષરધામના વાસી૩/૪

પદ-૩/૪
પદ-૧૨૩
શ્રીજી મહારાજ સદા સુખરાશી અક્ષરધામના વાસી.શ્રીજી.ટેક.
કોટિક શક્તિ કરે જેની ભક્તિ, રિદ્ધિ સિદ્ધિ જેની દાસી;
અજ હર મુનિવર ધ્યાન ધરે, યોગી યતિને સન્યાસી.શ્રીજી.૧
સનક જનક જેની સેવા સજે છે, પૂરણ પ્રેમ પ્રકાશી;
શારદ નારદ શુકજી સમરે, અંતર થઇને હુલાશી.શ્રીજી.૨
કળિમળ કાપક સદ્ધર્મ સ્થાપક, અવનિ પરે અવિનાશી;
વૃષકુળચંદ આનંદની મૂર્તિ, ચરણમાં કોટિક કાશી.શ્રીજી.૩
કાળીદત્ત કપટીના કાળ દયાળુ, પ્રેમીના પૂરણ પ્યાસી;
નારણદાસ કહે કરજોડી, અગણિત વિશ્વ વિલાસી.શ્રીજી.૪

મૂળ પદ

પ્રગટ વિના ભવનો પાર ન આવે;વેદ ગીતા એમ ગાવે.પ્રગટ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી