હરિકૃષ્ણ ગોવિંદના ગુણ ગાઓ, પુનરપી ગર્ભ ન આવો.૪/૪

પદ-૪/૪
પદ-૧૨૪
હરિકૃષ્ણ ગોવિંદના ગુણ ગાઓ, પુનરપી ગર્ભ ન આવો.હરિ.ટેક.
દોષ નિવારણ ભવજળ તારણ, મૂર્તિ મનોહર માવો;
મંગળ રૂપ સદા સુખકારી, રસિક થઇને રિઝાવો.હરિ.૧
ભરપુર ભાવથી ભક્તિ કરીને, ભુધરને મન ભાવો;
હરિજશ રસનું પાન કરીને, પ્રેમ મગન મુદ થવો.હરિ.૨
સત્સંગી થઇને સંતોમાં રહિને, લ્યો હરિ ભક્તિનો લાવો;
શ્રીજીની મૂર્તિ સદા ઉરધારી, છૂટશે જમદુત દાવો.હરિ.૩
અંતર સ્વરછ કરી હરિવરનાં, ચરણકમળ ચિત્ત ચ્હાવો;
નારણદાસના સ્વામીને સેવી, અક્ષરધામ સિધાવો.હરિ.૪

મૂળ પદ

પ્રગટ વિના ભવનો પાર ન આવે;વેદ ગીતા એમ ગાવે.પ્રગટ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી