સ્વામિનારાયણ પુરુષોત્તમ પ્રગટ્યા આ સમે રે;૧/૪

પદ-૧/૪(રાગ :વારી જાઉં રે સાંવરિયા તો પે વારણેરે)
પદ-૧૨૫
સ્વામિનારાયણ પુરુષોત્તમ પ્રગટ્યા આ સમે રે;
જેને ભવ બ્રહ્માદિક દેવ, સકલ ચરણે નમે રે.સ્વામિ.ટેક.
આનંદ મૂર્તિ છે અલબેલો, મંગળકારી સુંદર છેલો;
પર ઉપકારી પર દુઃખ દેખી નવ ખમે રે.સ્વામિ.૧
હરિજનનાં ભવ દુઃખડાં હરવા આશ્રિતોનાં અંતર ઠરવા;
વસંતનો રંગ હરિજન સંગે હરિ રમે રે.સ્વામિ.૨
ધન્ય ધન્ય ગઢપુર નગર નિવાસી, ઘડી ઘડી નીર્ખે નવલ વિલાસી;
ઘેર ઘેર રસિયો હેતે પ્રીતે રમે જમેરે.સ્વામિ.૩
ગુણવંતો ઘેલામાં નાહ્યા, ખળખળીએ બહુ ખેલ રચાવ્યા;
દાસ નારણનો નાથ સદા સહુને ગમેરે.સ્વામિ.૪

મૂળ પદ

સ્વામિનારાયણ પુરુષોત્તમ પ્રગટ્યા આ સમે રે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી