મારા પ્રાણ તણા આધાર કરુણા કીજીએ રે;૨/૪

પદ-૨/૪
પદ-૧૨૬
મારા પ્રાણ તણા આધાર કરુણા કીજીએ રે;
માણકી ઘોડીના અસ્વાર રસિકવર રીઝીએરે.મારા.ટેક
તમ સંગે મન માન્યું મારું, તન મન ધન તમ ઉપર વારું;
મારા પ્રાણ સ્નેહી પ્રેમ સુધારસ પીજીએરે.મારા.૧
ચરણ કમળમાં ચિત્તડું પ્રોઇને, દિવસ ગુજારૂં તમને જોઇને;
મને હેતે કરીને હાર પ્રસાદી દીજીએ રે.મારા.૨
પ્રીત કરી મમ ઘેર પધારો, સફળ કરો જન્મારો મારો;
આ ખાંતિલા વર અવગુણ જોઇ ના ખીજીએ રે.મારા.૩
અલબેલા અરજી ઉર ધારો, ભવજળ સંકટ પાર ઉતારો;
આ દાસ નારાયણને શ્રીજી શરણે લીજીએ રે.મારા.૪

મૂળ પદ

સ્વામિનારાયણ પુરુષોત્તમ પ્રગટ્યા આ સમે રે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી