સખી આ શામળીયા સંગાતે મન દ્રઢ જોડીએરે; ૩/૪

પદ-૩/૪

પદ-૧૨૭

સખી આ શામળીયા સંગાતે મન દ્રઢ જોડીએરે;

નરાધમ નાસ્તિકની સોબત સઘળેથી તોડીએરે.ટેક.

મનગમતું મુકીને તહારું, માન વચન શ્રદ્ધાથી મ્હારું;

આ વિષયરસ પીવા પામર નવ દોડીએરે.સખી.૧

સંસારી છે માયા જુઠી, એક પલકમાં જાવું ઉઠી;

આ શૈયા તજીને શૂળી પર ના પોઢીએ રે.સખી.૨

માયામાં મુરખ ભરમાણો, લોક લજ્જાનો લઇને પાણો;

આ પરનારી નીર્ખી આંખો ના ફોડીએ.સખી.૩

પ્રગટ હરિને શરણે જઇને, હરિગુણ ગાઇએ હરિજન થઇને;

આ દાસ નારણનો નાથ ઘડી ના છોડીએ રે.સખી.૪

મૂળ પદ

સ્વામિનારાયણ પુરુષોત્તમ પ્રગટ્યા આ સમે રે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી