હું તો કરગરુ તમને સ્વામી, જુરી જુરી મરુ છું સ્વામી,૩/૪

હું તો કરગરુ તમને સ્વામી, જુરી જુરી મરુ છું સ્વામી,
આવો હે લાલ ! કરોને ન્યાલ, તમે મહા દયાળુ છો...હું તો ૦ ટેક
મારે વરવા છે વાલા તમને, મારે મળવા છે મન તમને,
રોઇ થઇ છે આંખો રાતી, મારી દુઃખવા આવી છાતી...હું તો ૦ ૧
મારા સંકલ્પ છે પ્રભુ એવા, મારે કરવી તમારી સેવા,
મને સેવા તમારી આપો, મને તમારી કરીને સ્થાપો...હું તો ૦ ૨
કહે જ્ઞાનજીવન હે સુખડા ! હવે ટાળોને મારા દુઃખડા,
મારી પીડા જાણો પીયુડા, મારા મન ગમતા ગોઠીડા...હું તો ૦ ૩

મૂળ પદ

મને ઉગારો હે સ્વામી ! મને સુધારો હે સ્વામી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી