મોહન મહેર કરીને અવનિ ઉપર આવિયારે, ૧/૨

પદ-૧/૨(રાગ :પૂનમચાંદની ખીલી)

પદ-૧૨૯

મોહન મહેર કરીને અવનિ ઉપર આવિયારે,

ભાવિક ભકતોને દીધાં દર્શન દાન;

કરુણા કિધિ છે કોટિક હરિજન ઉપરે રે,

ભીતિ ભકતોની હરવાને ભગવાન.મોહન.ટેક.

અનુકંપા ઉરમાં ધરી સહજાનંદ મહારાજ,

નિર્વિઘ્ન અક્ષર જવા પ્રીતમ બાંધી પાજ;

શિક્ષાપત્રી કિધિ સર્વેના સુખ કારણે રે,

તેને પાળે તે પર રિઝે શ્રી ભગવાન.મોહન.૧

અઘ ભર્યા જગ જીવને પાવન કર્યા પરમેશ,

અધમ ઉદ્ધાર નામને સત્ય કર્યું સરવેશ;

દરશ પરસથી વાલે ઉદ્ધાર્યા અગણિતને રે,

કીધા ભકતોને અક્ષર મુક્ત સમાન.મોહન.૨

અક્ષર ને અક્ષરપતિ અક્ષરના જે સંત,

પ્રેમ ધરી પધારિયા કોઇ જાણે બુદ્ધિવંત;

દાસ નારાયણ કે'છે સમર્થ સહજાનંદજી રે.

મારે એ મૂર્તિનું ધરવું નિત્ય ધ્યાન.મોહન.૩

મૂળ પદ

મોહન મહેર કરીને અવનિ ઉપર આવિયારે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી