સજ્જનો શ્રીજીને સમરો સાચા સ્નેહથીરે, ૨/૨

પદ-૨/૨

પદ-૧૩૦

સજ્જનો શ્રીજીને સમરો સાચા સ્નેહથીરે,

જેથી જન્મ મરણનું સંકટ સર્વે જાય;

ભીતિ ભાગે સર્વે ભવસાગર સંસારનીરે,

કાળ કર્મ ને માયા બંધનથી છુટાય.સજ્જનો.ટેક.

સનક જનક સમરે સદા શારદ ને વળી શેષ,

આદિત અજ ઇંદ્ર તદા ગાવે નિત્ય ગણેશ;

રિદ્ધિ સિદ્ધિ સર્વે રહે છે ચરણ હજુરમાંરે,

પુજે પ્રેમ ધરીને પુરુષોત્તમના પાય.સજ્જનો.૧

અન્ત સમયમાં અનેકને લેવા આવે નાથ,

ચઢી દિવ્ય વૈમાનમાં સાધુને લઇ સાથ;

પરચા પૂરીને શ્રીજી આ સંસારમાં રે,

અવિચળ અક્ષરમાં હરિજનને લઇ જાય.સજ્જનો.૨

શરણાગત વત્સલ સદા સહજાનંદ સુખધામ,

હરિજન મનરંજન કરે સુંદર શ્રી ઘનશ્યામ;

દાસ નારાયણના સ્વામીને સેવો સદા રે,

શાન્તિ શાન્તિ શાન્તિ શાન્તિ સઘળે થાય.સજ્જનો.૩

મૂળ પદ

મોહન મહેર કરીને અવનિ ઉપર આવિયારે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી