કામીનો સંગન કરીયે સંતો ભાઇ કામીનો સંગ કરીયે;૧/૩

પદ-૧/૩(રાગ :આશા ગોડી)
પદ-૧૩૬
 
કામીનો સંગન કરીયે સંતો ભાઇ કામીનો સંગ કરીયે;
એથી સો ગાઉ છેટા ફરીયે.સંતો ભાઇ.                     ટેક.
કામી હરામી ક્રોધીને લોભી, એવા પાપીને પરહરિએ.      સંતો.૧
પરનારી સંગી વિષયના રંગી, એવાના સંગથી ડરીએ.     સંતો.૨
કામ થકી જોને રાવણ મુઓ, આપને કયાંથી ઉગરીયે.     સંતો.૩
ઇંદ્ર ચંદ્રને કલંક જ લાગ્યાં, તો આપણે કેમ ઠરીયે.              સંતો.૪
નારણદાસના નાથ ભજીને, ભવજળ પાળ ઉતરીયે.        સંતો.૫ 

મૂળ પદ

કામીનો સંગન કરીયે સંતો ભાઇ કામીનો સંગ કરીયે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી