લોભમાં અધિક લેવાના સંતો ભાઇ લોભમાં અધિક લેવાણા;૨/૩

પદ-૨/૩

પદ-૧૩૭

લોભમાં અધિક લેવાના સંતો ભાઇ લોભમાં અધિક લેવાણા;

તેને કોણ કહે ભાઇ શાણા.સંતો.ટેક.

એક મિલે તો અયુતને ઇચ્છે, ક્રોડપતિ ન કેવાણા .સંતો.૧

ઇંદ્ર ઇચ્છે અજ પદવીને, તૃષ્ણાને પૂરે તણાણા.સંતો.૨

કૌરવે એક કોડી નવ આપી, તો કલેશ કરીને કચરાણા સંતો.૩

સકલ ઘન જેણે સમુદ્ર્માં નાખ્યું, ડૂબી ગયાં નંદનાં નાણા.સંતો.૪

નારણદાસના નાથને ભજ્યા નહિ, હીરા મૂકી વોર્યા પાણા.સંતો.૫

મૂળ પદ

કામીનો સંગન કરીયે સંતો ભાઇ કામીનો સંગ કરીયે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી