માન અરી છે મોટો સંતો ભાઇ માન અરી છે મોટો;૩/૩

પદ-૩/૩

પદ-૧૩૮

માન અરી છે મોટો સંતો ભાઇ માન અરી છે મોટો;

તેમજ મોહ નથી કાંઇ છોટો.સંતો ભાઇ.ટેક.

માન આવે તો સકલ ગુણ જાવે, કરે કલ્યાણનો ટોટો.સંતો.૧

માન આધિન રહે નરનારી, તેનો અવતાર ખોટો.સંતો.૨

માન થકી અતિ દક્ષતણે ઉર, કલેશ નિરંતર ચોંટ્યો.સંતો.૩

માન ધરીને મરી ગયા મોટા, જેમ પાણીનો પરપોટો.સંતો.૪

નારણદાસ કહે ધર્મ તનુજનો, ન મળે જગતમાં જોટો.સંતો.૫

મૂળ પદ

કામીનો સંગન કરીયે સંતો ભાઇ કામીનો સંગ કરીયે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી