સ્નેહ કરો શિર સાટે શામળિયામાં, સ્નેહ કરો શિર સાટે; ૧/૧

પદ-૧(રાગ :આશા ગોડી)

પદ-૧૩૯

સ્નેહ કરો શિર સાટે શામળિયામાં, સ્નેહ કરો શિર સાટે;

લક્ષ ચોરાશીનું ખત ફાટે.શામળીયામાં .ટેક.

મન કર્મ વચને સ્નેહ કરો તો, ટળે અનેક ઉચાટે.શામ.૧

પૂર્વનાં પુન્યથી પ્રભુજીમાં પ્રીતિ, થાય લખી જો લલાટે.શામ.૨

તન મન ધન સમરપણ કરવું, એક પ્રભુજીને માટે.શામ.૩

પિંડ બ્રહ્માંડથી પ્રીતિ ઉખાડી, રહેવું આત્માને ઘાટે.શામ.૪

નારણદાસના નાથને ભજીને, ચાલો અક્ષરની વાટે.શામ.૫

મૂળ પદ

સ્નેહ કરો શિર સાટે શામળિયામાં, સ્નેહ કરો શિર સાટે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી