અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;૧/૪

પદ-૧/૪ (રાગ :ગીતિ)
પદ-૧૪૦
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;
દિવ્ય આભૂષણ ધારી, દિવ્ય સભામાં રાજેશ્વર રાજે.    
અજીત અકળ અપારા, અગોચરને અગમ અવિનાશી;
જીવ ઇશ્વર ને માયા, ક્ષર અક્ષરપર શોભે સુખરાશી.    
તે હરિ દીન દયાળુ, દયા કરીને અવનીપર આવ્યા;
ભક્તવત્સલ ભયહારી, ભાવિ જનને ભૂધર મન ભાવ્યા.૩
પ્રેમ સહિત પધાર્યા, પ્રગટ પુરુષોત્તમ હરિ પોતે;
મનુષ્ય દેહ ધરીને, દર્શન દીધાં નિજ સખા સોતે.        
 

મૂળ પદ

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી