બુદ્ધિ બીજાને આપી, ભકિત કરે તે ભકતની બલિહારી;૩/૪

પદ-૩/૪

પદ-૧૪૨

બુદ્ધિ બીજાને આપી, ભકિત કરે તે ભકતની બલિહારી;

પ્રીય પ્રાણપતિને, પરમ આત્મિક પર દુઃખ ઉપકારી.૧

શ્રીહરિ ને હરિજનના, ગમતામાં જે વરતે નરનારી;

સુખ સંપત્ત જશ પામી, અક્ષર પોંચે દિવ્ય તનુ ધારી.૨

જે હરિવચન વિસારી, મનગમતામાં વર્તે નરનારી;

કોટિક કલ્પ લગી તે, દુઃખ ભોગવશે મુઆ પછી ભારી.૩

શ્રીહરિ ને હરિજનનો, શિશ જતાં પણ અવગુણ નવ લેવો;

અવગુણ લે તે જનનો, જોઇ તપાસી સંગ તજી દેવો.૪

મૂળ પદ

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી