કલ્યાણનો ખપ જેને, તે કેમ કરશે કદીય પાપ જરી;૪/૪

 

પદ-૪/૪ પદ-૧૪૩

કલ્યાણનો ખપ જેને, તે કેમ કરશે કદીય પાપ જરી;

જન સુધારી પોતાનું, પ્રભુને ભજશે પૂરણ પ્રેમ ધરી.

શ્રીહરિ ને હરિજનનો, પક્ષ જ લેવો પૂરણ ભાવ ભરી;

તેમજ નિયમ ને નિશ્ચય, દ્રઢ કરીને ભજવા એક હરિ.

જાણપણા દરવાજે બેસીને, નિત્ય સાચવો ઘટ ઘરને;

ષટ શત્રુને સંહારી, હદય રાખો રસિક હરિવરને.

તત્વે કરીને હરિ જાણ્યા, તેને નથી કંઇ કલ્યાણમાં કાચું;

સુખ અલૌકિક લીધું, દાસ નારાયણ ભકત ભણે સાચું.  

 

મૂળ પદ

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી