મન મનસુબા કરી કરી હાર્યું પણ ધાર્યું થાય નહિ; ૧/૧

પદ-૧(રાગ :હરિજન થકી છોટા હોય તે)

પદ-૧૪૪

મન મનસુબા કરી કરી હાર્યું પણ ધાર્યું થાય નહિ;

લલાટ વિષે સુખને દુઃખ લખ્યું તે પાછું જાય નહિ.ટેક.

તું ધન લેવાને દોડે છે, ધન સારું ઘરને છોડે છે;

પણ કર્મ કપાળને જોડે છે.મન મનસુબા.૧

મન માયાનો નિત્ય ઘાટ ઘડે, મન મેડી હવેલી ને ઘોડે ચડે;

પણ ભાગ્ય રતિ નહિ ફેર પડે.મન.૨

તારું મન માયામાં બહુ રાજી, કરે મોટપને મમતા ઝાઝી;

હરિભજન વિના જુઠી બાજી.મન.૩

તારા મનનું ધાર્યું નહિ થાયે, જે થાશે તે હરિ ઇચ્છાયે;

માટે હરિ ભજો અવસર જાયે.મન.૪

એક ધાર્યું તો હરિનું થાશે, નહિ માને તે નર્કે જાશે;

એમ સંત કે'છે નારણદાસે.મન.૫

મૂળ પદ

મન મનસુબા કરી કરી હાર્યું પણ ધાર્યું થાય નહિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી