શ્રીજી સરજનહાર સૃષ્ટિના શ્રીજી સરજનહાર; ૧/૧

પદ-૧(રાગ :ડરમા તું દિલ સાથ)

પદ-૧૪૬

શ્રીજી સરજનહાર સૃષ્ટિના શ્રીજી સરજનહાર;

રચી છે રચના અપરમપાર.સૃષ્ટિના.ટેક.

દ્રષ્ટિ દ્વારે ધર્મકુમારે, સૃષ્ટિ રચી તમે દેવ મોરારે;

ચિત્ર વિચિત્ર અનેક પ્રકારે;

અકળિત રચના છે નાથ તમારી, મતિ ન પોચે લગાર અમારી;

(એવાં બ્રહ્માંડ અનેક, તેનાં નિયંતા તમે છો એક)

રહ્યા તે અક્ષરને આધાર.સૃષ્ટિના.૧

તે અક્ષરાધાર ધર્મકુમાર, સામર્થ જોતાં લહે કોણ પાર,

સર્વોપરિ અને સર્વાધાર;

વિરાટ કોટી વંદે જેનાં પાય, ભવ બ્રહ્માદિક દર્શન ચહાય;

(પુરુષ ને પરધન નમે છે મુકીને માન)

માણીગર માણકીના અસવાર.સૃષ્ટિના.૨

શ્રી ઘનશ્યામે છો સુખધામે, સહજાનંદ ઉત્તમ નામે,

નામ જપે તે મહાસુખ પામે;

અવની પધાર્યા ધરી અવતાર, અનેક જીવનો કરવા ઉદ્ધાર;

(કર જોડી કહે નારાયણદાસ અલબેલાજી પુરો આશ)

મોહનવર મોક્ષ તણા દાતાર.સૃષ્ટિના.૩

મૂળ પદ

શ્રીજી સરજનહાર સૃષ્ટિના શ્રીજી સરજનહાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી