સારાસાર જોઇને સત્ય વાત રૂદિયે ધારી લઇએ; ૧/૧

પદ-૧ (રાગ :સદા સંસારમાં સુખ દુઃખ સરખાં)
પદ-૧૪૭
સારાસાર જોઇને સત્ય વાત રૂદિયે ધારી લઇએ;
શોધી કોઇ સંત મોટા મહંત તેને શરણે જઇએ.ટેક .
સાધુ સુલક્ષણા જોઇને કરવી તેની સેવ;
ભાવ ધરી ભજવા હરિ શ્રી સહજાનંદ દેવ.સારાસાર.૧
એક પલકમાં પડી જશે ચંચળ તારી કાય;
ચેતનહારા ચેતજે પાછળ તું પસ્તાય.સારાસાર.૨
ભવાબ્ધિમાં ભટકતો નૌકા નર તન પાય;
દાસ નારાયણ હરિ ભજો દુઃખ મટે સુખ થાય.સારાસાર.૩

મૂળ પદ

સારાસાર જોઇને સત્ય વાત રૂદિયે ધારી લઇએ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી