શું રે સંસારમાં અવતાર ધરી કામ કર્યું; ૧/૧

પદ-૧(રાગ :સદર)
પદ-૧૪૮
શું રે સંસારમાં અવતાર ધરી કામ કર્યું;
સાંજ સવાર પશુની હાર પામર પેટ ભર્યું.ટેક.
જ્ઞાન વિના સંસારમાં નર તન પશુ સમાન;
જેણે હરિ જપ્યા નહિ તે ગણવા ખર શ્વાન.શું રે.૧
રુદિયામાં રાખ્યા નહિ અખિલ ભુવનના ઇશ;
આત્મ હત્યારો તેહ છે નવ જપ્યા જગદિશ.શું રે.૨
કાયા માયા કામિની પુત્ર ને પરિવાર;
દાસ નારાયણ હરિ ભજો સ્વાર્થીયો સંસાર. શું રે.૩

મૂળ પદ

શું રે સંસારમાં અવતાર ધરી કામ કર્યું;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી