સ્વામિનારાયણ ચરણ શરણ શાન્તિ કરણ રે૧/૨

પદ-૧/૨(રાગ :ખસો ખસો કુંવરજી)
પદ-૧૪૯
સ્વામિનારાયણ ચરણ શરણ શાન્તિ કરણ રે;
શાન્તિ કરણ રે જન્મ મરણ હરણ રે.સ્વામિ.ટેક.
જગમાં છે ઉત્તમ નામ, સહજાનંદ પૂરણ કામ,
તે જપીયે આઠે જામ;
ભાવ સહીત ભક્તિ કરો ચારે વરણ રે.સ્વામિ.૧
મૂર્તિ છે મંગળકારી, શોભે છે સુંદર સારી,
સૌને શાંતિ કરનારી;
રૂપ અનુપમ રૂદિયે ધારી કરીયે રટણરે.સ્વામિ.૨
શરણાગત છો સ્વામી, અલબેલા અંતરજામી,
બળવંત સદા બહુનામી;
દીન દયાળુ દુઃખ ટાળો જન્મ મરણ રે.સ્વામિ.૩
માગે નારાયણદાસ, અલબેલા પુરો આશ,
પ્રીતમજી રાખો પાસ;
ભકતોના વિશરામ અચળ ઠામ ઠરણ રે.સ્વામિ.૪

મૂળ પદ

સ્વામિનારાયણ ચરણ શરણ શાન્તિ કરણ રે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી